પૂજામાં અગરબત્તી સળગાવતા પહેલા જાણી લો આ વાતો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ભારત દેશમાં ભગવાનની ભક્તિ, આરાધના અને પૂજા અર્ચના લોકોના ઘરે ઘરે જોવા મળે છે.દરેક જગ્યાએ લોકો પોતાની અલગ અલગ રીતથી ભગવાનની ભક્તિ કરતા હોય છે. કેટલાક લોકો દીવો કરે છે તો કેટલાક લોકો ધૂપ કે અગરબત્તી સળગાવે છે. પરંત આમાંથી તમે અગરબત્તી સળગાવવા વિશે ધર્મશાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે તેના વિશે તમે કદાચ નહીં જાણતા હોવ. તો ચાલો આવો જાણીએ આજે તે અંગેની સાચી માહિતી..
શાસ્ત્રોમાં નિષ્ણાત પંડિતોનું કહેવું છે કે, શાસ્ત્રોમાં ક્યાંય પણ અગરબત્તી સળગાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. દરેક જગ્યાએ ધૂપબત્તીની વાત કહેવામાં આવી છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર વાંસનો ઉપયોગ અર્થી બનાવવા માટે કરવામાં આવે છે. પરંતુ દાહ સંસ્કારમાં વાંસને સળગાવવામાં આવતું નથી. જેથી વાંસમાંથી જ જે અગરબત્તીઓ બનાવવામાં આવે છે તેમને પૂજામાં સળગાવવી શુભ માનવામાં આવતી નથી.
તો બીજી તરફ અન્ય એક વર્ગનું એવું માનવું કે, પૂજામાં હંમેશા 2 અગરબત્તી સળગાવવી જોઈએ.આનાથી દેવી-દેવતાઓની કૃપા બની રહે છે અને ઘરમાં શાંતિ અને સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. 4 અગરબત્તી સળગાવવી એ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. 4 અગરબત્તી સળગાવવાથી ઘરમાં ઉત્પન્ન થતી બાધાઓ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે.
આ ઉપરાંત અગરબત્તી સળગાવવા માટેના શાસ્ત્રોમાં કેટલાક નિયમોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. તો ચાલો એ નિયમો વિશે પણ જાણી લઈએ.
- માત્ર એ જ અગરબત્તી સળગાવવી જોઈએ જે એકદમ સાચી હોય અને ક્યાંયથી પણ તૂટેલી ન હોય.
- માત્ર એ જ અગરબત્તી સળગાવવી જોઈએ જે સુગંધિત હોય.
- અગરબત્તી સળગાવતી વખતે તેના પર ફૂંક ન મારો.
- અગરબત્તી સળગાવ્યા પછી તેને ચારે દિશા તરફ ફેરવો.
આમ શાસ્ત્રોમાં અગરબત્તી સળગાવવા અંગેના શું નિયમો છે અને એનાથી શું લાભ કે ગેરલાભ છે તેના વિશે માહિતી આપવામાં આવેલી છે. આશા છે કે આ આર્ટિકલમાં તમારા સવાલોના જવાબ મળી ગયા હશે.
ટિપ્પણીઓ નથી