લગ્ન માટે વર-વધૂના આટલા ગુણ મળવા છે ખૂબ જ જરૂરી, જો નહીં મળતા હોય તો....

ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એક પવિત્ર બંધન માનવામાં આવે છે. જે વર-વધૂ લગ્નનાં બંધનમાં જોડાવાના હોય એમની કુંડળી જોવામાં આવે છે. એમાં એ ખાસ જોવામાં આવે છે કે એમના કેટલા ગુણ એકબીજાને મળતા આવે છે. તેથી ચાલો આજે જાણીએ કે, ઓછામાં ઓછા કેટલા ગુણ મળવા પર જ લગ્ન કરવા જોઈએ.
અહીં આવેલું છે વિઝાવાળા હનુમાનજીનું મંદિર, વિદેશ જવા લોકો રાખે છે માનતા
ભવિષ્યમાં આવનાર દુ:ખ, સંકટ અને અવરોધોથી બચવા માટે વર-કન્યાની કુંડળીઓનો મેળાપ કરવો ખૂબ જ જરૂરી બતાવવામાં આવ્યું છે. હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે કોઈ યુવક અને યુવતી લગ્ન કરે છે, ત્યારે તેમની કુંડળીઓનું મેળાપ ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓથી બચવાનો એકમાત્ર ઉપાય છે. જ્યારે બંનેની કુંડળીનું મેળાપ થાય છે, ત્યારે તેમાં વધુમાં વધુ ગુણોનું મિલાન, કુંડળી મિલન, માંગલિક દોષ, નાડી દોષ, ગણ દોષ વગેરે બધાને મુખ્ય રીતે જોવામાં આવે છે.
ગુજરાતમાં અહીં આવેલું છે સૌથી મોટું ભગવાન ગણપતિનું મંદિર, જાણો મંદિર વિશે
શાસ્ત્રો અનુસાર લગ્ન કરવા માટે ઓછામાં ઓછા 18 ગુણોનું મળવું જરૂરી હોય છે. જો 18થી ઓછા ગુણ મળી રહ્યા છે તો લગ્ન કરવાથી જીવનમાં દુઃખ, મુશ્કેલી આવવાની સાથે જ લગ્ન સંબંધ જલદી તૂટી જાય છે. આ ઉપરાંત લગ્ન કરવા માટે યુવક અને યુવતીનો માંગલિક દોષ સૌથી પહેલા જોવામાં આવે છે.
ટિપ્પણીઓ નથી