Advertisement

Latest Updates

જામનગરમાં અહીં ફૂલોમાંથી સ્વયંભૂ પ્રગટ થયા હતા મહાદેવ, પાંડવોએ બનાવ્યું હતું શિવલિંગ

દેશ અને દુનિયાના ખૂણે ખૂણે ભગવાન મહાદેવના અનેક મંદિરો આવેલા છે. એમાંથી ઘણા બધા મંદિરોનો ઈતિહાસ  અનોખો છે. અને આવું જ એક મંદિર જામનગર જિલ્લામાં આવેલું છે. આ મંદિરમાં શિવલિંગ પ્રગટ થવા અંગેનો ઈતિહાસ પાંડવો સાથે જોડાયેલો છે. તો ચાલો જાણીએ આ મંદિરના ઈતિહાસ વિશે.

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામની બાજુમાં શ્રી કુલનાથ મહાદેવ બિરાજમાન છે. આ જગ્યાએ પાંડવો તેમજ માતા કુંતાએ પોતાના વનવાસ બાદના ૧૩માં અજ્ઞાતવાસ દરમિયાન રાતવાસો કર્યો હતો હતો. માતા કુંતાને દરરોજ સવારે મહાદેવની પૂજા કરવાનો નિયમ હોવાથી શિવલિંગ સાથે રાખતા. ફૂલનાથ પહેલા તેઓએ લાલપુર તાલુકાના ગજણા ગામે રોકાણ કર્યું હતું અને ભીમ ભોળેશ્વરની ટેકરી પર શિવલિંગ ભૂલી ગયા હતા. 

પોતાની માતાને પુજા પાઠ માટે શિવલીંગ જોશે તેવા વિચારોમાં ભીમને ઊંઘ ન આવી અને સવારે વહેલા જંગલમાંથી કુલ વીણી વીણીને તેમણે ફૂલના શિવલીંગ બનાવ્યા અને પોતાની માતાને કહ્યું કે મેં શીવલિંગને ફૂલથી શણગાર્યા છે. માતા કુંતા જયારે જળનો લોટો ચડાવવા ગયા ત્યારે ભીમને પણ ડર હતો કે તેની પોલ ખુલી જશે. પરંતુ તેઓ જેમ જળ જડાવતા ગયા તેમ ફૂલ નીચે પડતા ગયા અને હાલનું જે શિવલિંગ છે તે સ્વયંમભૂ પ્રગટ થયું. જે “ફૂલનાથ મહાદેવ મંદિર” તરીકે ઓળખાય છે.

બાદમાં ભોળા ભીમે તેની માતાને સાચી વાત કરી, પરંતુ તેમના માતા ગુસ્સે થવાને બદલે પ્રસન્ન થયા કે ભીમની ભુલથી તો સ્વયં ભોળાનાથે પ્રગટ થઇ આપણને આર્શીવાદ આપ્યા. પાંડવોએ રાત વાસ દરમ્યાન અહીં આંબો વાવ્યો હતો જે હાલમાં પણ ત્યાં હયાત છે. 

શ્રી કુલનાથ મહાદેવ મંદિરે આવવા જવા માટે પાકો રોડ તથા બસની સુવિધા છે.  સડોદર થી કુલનાથ મહાદેવની જગ્યા ૩-કિલોમીટર અંદર છે. સવાર સાંજ અહીં આરતી થાય છે. શ્રાવણ અમાસના ત્રણ દિવસ દરમિયાન મેળો ભરાય છે. અને હજારો ભક્તો મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.  

ટિપ્પણીઓ નથી