Advertisement

Latest Updates

જાણો મંગળવારના દિવસે કયા ભગવાનની પૂજા-અર્ચના કરવી જોઈએ?

હિન્દુ ધર્મમાં વિવિધ વારના દિવસે અલગ અલગ ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ઘણા લોકો સોમવારના દિવસે ભગવાન શિવજીની પૂજા-અર્ચના કરતા હોય છે તો ઘણા લોકો શનિવારના દિવસે હનુમાનજીની પૂજા-અર્ચના કરતા હોય છે. ત્યારે જાણો કે મંગળવારના દિવસે કયા ભગવાનની પૂજા-અર્ચના કરવી જોઈએ જેનાથી લાભ થાય છે.

મંગળવારના દિવસે હનુમાનજી, માં દુર્ગા અને ભગવાન ગણેશજીની પૂજા-અર્ચના કરવાની પરંપરા છે. 

હનુમાનજી: મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી શક્તિ, નિર્ભયતા અને મુશ્કેલીઓ પર વિજય મળે છે. હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે.

માં દુર્ગા: મંગળ ગ્રહ સાથે સંકળાયેલો હોવાથી, માં દુર્ગાની પૂજા આ દિવસે શક્તિ અને રક્ષણ માટે કરવામાં આવે છે.

ભગવાન ગણેશજી: કેટલીક પરંપરાઓ અનુસાર મંગળવારે ગણેશજીની પૂજા પણ કરવામાં આવે છે, કારણ કે તેઓ વિઘ્નહર્તા છે અને મંગળ ગ્રહના દોષો દૂર કરે છે.

પૂજા કઈ રીતે કરવી:
  • હનુમાન મંદિરે જઈને ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો, સિંદૂર અર્પણ કરવું અને લાલ ફૂલ ચઢાવવું.
  • દુર્ગા માતાને લાલ ચૂંદડી અને લાલ ફૂલ અર્પણ કરવા.ગણેશજીને લાડુ અને દૂર્વા ચઢાવવી.

આ ઉપાસનાથી મંગળ ગ્રહના દોષો દૂર થાય છે અને જીવનમાં સફળતા મળે છે.

ટિપ્પણીઓ નથી